મોરબી જિલ્લામાં આર્મી- NDRF- SDRFની ટિમ તૈનાત, એક હેલિકોપ્ટર પણ મંગાવાયું : કલેક્ટર 

- text


જિલ્લામાં 1510 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર : વાંકાનેરમાં 8 લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા સફળ રેસ્કયુ

મોરબી : મોરબી જિલ્લામાં હાલ આર્મી- NDRF- SDRFની ટિમ તૈનાત છે. માળિયામાં રેસ્કયુ માટે એક હેલિકોપ્ટર પણ મંગાવાયું છે. આ ઉપરાંત તંત્ર સતત પરિસ્થિતિ ઉપર મોનીટરીંગ કરી રહ્યું છે. તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ મોરબી અપડેટ સાથે વાતચીતમાં જણાવ્યું કે માળિયામાં 545, મોરબી શહેરમાં 700 અને મોરબી ગ્રામ્યમાંથી 265 લોકોનું સલામત સ્થળે રેસ્કયુ કરવામાં આવ્યું છે. મચ્છુ-2 ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવી રહ્યો હતો. એટલે જો વરસાદ પણ સાથે ચાલુ રહેત તો પરિસ્થિતિ વિકટ થઈ શકે તેમ હતી. પણ વરસાદે વિરામ લીધો હતો. હાલ જિલ્લામાં આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફની ટિમ તૈનાત છે. માળિયામાં ટ્રકમાં ફસાયેલા 3 લોકોના રેસ્કયુ માટે હેલિકોપ્ટર મંગાવાયું છે. વાંકાનેરના બે ગામોમાંથી એનડીઆરએફ દ્વારા 8 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.

- text

- text