વાંકાનેર નજીક કટિંગ થાય તે પૂર્વે જ રૂ.56.63 લાખનો દારૂ ભરેલો ટ્રક પકડાયો

- text


મોરબી અને રાજકોટના શખ્સે દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું : રૂ.80 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા જ રૂ.૫૬.૬૩ લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર તરફ જતા કાચા રસ્તા પર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ અશોક લેલેન્ડ બંધ બોડીનો ટ્રક રજી.નંબર-RJ-18-GC-0894 માંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૨૭,૮૪૦ કી.રૂ.૫૬,૬૩,૧૦૦/- તથા ટ્રક તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે યાસીનભાઈ રહીમભાઈ સમાં રહે.રાજકોટવાળાને પકડી પાડી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ટ્રક ચાલક, ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર તથા પાયલોટીંગ કરવામાં સાથે રહેલ આરોપીઓ નાશી છૂટ્યા હતા. આ દારૂનો જથ્થો જાવીદ કરીમભાઇ કાથરોટીયા રહે.રાજકોટ અને સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા રહે.કાલીકા પ્લોટ,મોરબીવાળાએ મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

આ કામગીરીમાં પીએસઆઈ એલ.એ.ભરગા, પો.હેડ.કોન્સ.ક્રિપાલસિંહ ચાવડા, એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. અરવીંદભાઇ બેરાણી, ભીખુભાઇ વાળા, રૂતુરાજસિંહ જાડેજા, મહેશદાન ઇસરાણી પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર, રવીભાઇ કલોત્રા, દીનેશભાઇ લોખીલ તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

- text

- text