ઢવાણા ગામે ટ્રેકટર તણાયાની ઘટનામાં આજે એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો 

- text


હળવદ : હળવદના ઢવાણા ગામે ટ્રેકટર તણાયું હતું. જેમાં 8 લોકો લાપતા હતા તેમાંથી આજ એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મહત્વનું છે કે, કોઇબા પાસે આવેલ તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા આ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. ત્યારે હાજી પણ એક માલધારી કોઇબા પાસે લાપતા છે. ત્યારે NDRF અને SDRF ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ સફળતા મળી નથી.

નોંધનીય છે કે, ભારે વરસાદના કારણે રવિવારે રાત્રીના 8:30 કલાકની આસપાસ હળવદ તાલુકાના ઢવાણા ગામે નદીમાં પુરના પ્રવાહમાં ટ્રેકટર પલ્ટી મારી જતા 17 લોકો તણાયા હતા. જે પૈકી 9 લોકોના જીવ બચી ગયા છે. જ્યારે 8 લોકો લાપતા હતા. ત્યારે આજ સ્થાનિકો દ્વારા શોધખોળ કરાતા એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ પણ લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

- text

- text