સવારે 8.30 વાગ્યે : મચ્છુ 2 ડેમનાં 18 દરવાજા અને મચ્છુ 3 ડેમનાં 15 દરવાજા ખોલાયા

- text


મચ્છુ 2 ડેમ માથી હાલ 1,64,502 અને મચ્છુ 3 માથી 1,34,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : તોતિંગ પાણી છોડતા મચ્છુ નદી બની ગાંડીતુર : તંત્રે માળીયા મીયાણા તરફના મચ્છુ નદી કાંઠાનાં ગામો અને મીઠા ઉદ્યોગને એલર્ટ રેહવા તાકીદ કરી

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મંગળવારે સવારે 8.30 વાગ્યાએ મોરબી જિલ્લામાં બે મહત્વના ડેમોની સ્થિત જોઈએ તો

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 1,64,502 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી મચ્છુ 2 ડેમનાં 18 દરવાજા 15 ફૂટ ખોલવાની ફરજ પડી છે.

- text

જ્યારે મચ્છુ 3 ડેમમાં 1,34,700 કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેથી મચ્છુ 3 ડેમમાં સલામતીના ભાગ રૂપે ડેમના 15 દરવાજા 10 ફૂટ ખોલી 1,34,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text