માળિયાના ખીરઇ પાસે ટ્રકમાં 3 લોકો ફસાયા : છત ઉપર ફસાયેલા અન્ય 4 લોકોનું સફળ રેસ્કયુ 

- text


મોરબી : મોરબીના ખીરઇ પાસે ટ્રકમાં 3 લોકી ફસાયા હોય તંત્ર દ્વારા તેને બચાવવાના પુરજોશમાં પ્રયાસો ચાલી રહ્યા છે. તો બીજી તરફ આ જ વિસ્તારમાં ઘરની છત ઉપર ફસાયેલા 4 લોકોનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા નજીક ખીરઇ પાસે નેશનલ હાઇવે ઉપર ભારે પાણીના પ્રવાહ વચ્ચે એક ટ્રકમાં 2 લોકો અને આઇસરમાં 1 વ્યક્તિ મળી કુલ 3 લોકો ફસાયા છે. હાલ તેને બચાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ખીરઇ પાસે રહેણાંક મકાનની છતમાં ફસાઈ ગયેલા 4 લોકોને સ્થાનિક માછીમારોની બોટની મદદથી બચાવી લેવામાં આવ્યા છે.

- text

- text