મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે 10000 ફુડપેકેટ તૈયાર કરાયા

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં મોરબી જીલ્લામાં ભારે વરસાદે કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તારમાં ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર તરફથી સુચના મળતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે 10000 ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 100 કીલો ગાંઠીયા વિવેક ભાઈ મીરાણી, 1000 ફુડ પેકેટનો સહયોગ દરિયાલાલ અન્નક્ષેત્ર હ.અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોળિયા તરફથી પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.

આ ભગીરથ સેવા કાર્યમાં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથના મુખ્ય સહયોગી હીરેનભાઈ એ.દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, નરશીભાઈ રાઠોડ, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીતના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.

- text

- text