સવારે 10 વાગ્યે : મચ્છુ 2 ડેમનાં એક સાથે 30 દરવાજા ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયુ 

- text


તોતિંગ પાણી છોડતા મચ્છુ નદી બની ગાંડીતુર 

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મંગળવારે સવારે 10 વાગ્યાએ મોરબી જિલ્લામાં મહત્વના ડેમ મચ્છુ 2ની સ્થિત જોઈએ તો

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2.50 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી મચ્છુ 2 ડેમનાં કુલ 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 18 દરવાજા 15 ફૂટ અને 12 દરવાજા 7 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. હાલ ડેમમાં આવકની સામે તેટલું જ 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text