સવારે 10 વાગ્યે : મોરબી જિલ્લાના 10 માથી 9 ડેમો ઓવર ફલો, તંત્ર હાઈ એલર્ટ ઉપર 

- text


મચ્છુ 1 ઓવરફ્લો, મચ્છુ 2 ડેમનાં 30 દરવાજા, મચ્છુ 3નાં 15 દરવાજા, ડેમી 2નાં 13 દરવાજા ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મંગળવારે સવારે 10 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 40 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ ઓવર ફલો થઈ ગયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2.50 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 100 ટકા ભરાઈ જતા તેના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને ડેમ માથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 2.50 લાખ કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 15 દરવાજો ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 13359 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 2 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.

ડેમી 2 ડેમમાં 44992 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે.અને હાલમાં ડેમનાં 12 દરવાજા ખુલ્લા છે

- text

ડેમી 3 ડેમમાં પણ 57091 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 10 દરવાજા 9 ફૂટ સુધી ખુલ્લા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 20563 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 73 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 665 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં બે દરવાજા ખુલ્લા છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 3052 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 2 દરવાજા એક ફૂટ જેટલા ખુલ્લા છે.

જ્યારે બંગવાડી ડેમમાં 3865 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા બે ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

- text