ચાચાપર ગામે નદી પાસેની દીવાલ ડેમેજ : રહેણાંક મકાન ઉપર જોખમ

- text


ડેમી-2નું વધુ પાણી છોડવામાં આવે તો દીવાલથી 5થી 6 ફૂટ છેટા મકાનને નુકસાન થવાની ભીતિ

મોરબી : મોરબીના ચાચાપર ગામે નદી પાસેની દીવાલ ડેમેજ થઈ હોય રહેણાંક મકાન ઉપર જોખમ ઉભું થયું છે. ડેમી-2નું વધુ પાણી છોડવામાં આવે તો દીવાલથી 5થી 6 ફૂટ છેટા મકાનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગામના માજી સરપંચ અશ્વિનભાઈ ત્રિભોવનભાઈ છનિયારાએ જણાવ્યું કે અહીં ડેમી-2 નદી નિકળે છે. તેની સેફટી વોલ 4 કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે. પણ તેનું કામ શરૂ થયું નથી. હાલ અહીં જૂની મકાન માલિકે બનાવેલી દીવાલ છે. જે અતિ જર્જરિત થઈ ગઈ છે. તેમાં ગાબડા પડી ગયા છે. અહીં 6થી 7 ફૂટ દૂર હસમુખભાઈ રાઘવજીભાઈ કાંજીયાનું મકાન આવેલ છે. આ મામલે ધારાસભ્ય દુર્લભજીભાઈ સાથે વાતચીત કરી છે. તેઓને રજુઆત કરી છે કે ડેમી-2માંથી વધુ પાણી છોડવામાં આવશે તો મકાન ડૂબી જાય તેમ છે.

- text

- text