- text
ઢવાણા, ઘણાદ અને બુટવડા ગામની ઘટનાને પગલે ડીજે, ઢોલ નહિ વગડે, રૂટ પણ ટૂંકાવ્યો
હળવદ : ભારે વરસાદને કારણે હળવદ તાલુકાના ઢવાણા, ઘણાદ અને બુટવડા ગામે પુરના પ્રવાહમાં અનેક લોકો તણાઈ ગયા હોય હળવદ પંથકમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે આ દુઃખદ ઘટનાને પગલે હળવદમાં આજે જન્માષ્ટમીએ નિકળનાર શોભાયાત્રા ટૂંકાવી દઈ પરંપરા જાળવવા માટે સાદગી પૂર્વક ટૂંકા રૂટ ઉપર રથયાત્રા યોજાશે જેમાં ડીજે, ઢોલ કે ફટાકડા નહિ ફોડવામાં આવે.
- text
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકામાં ગઈકાલે ઢવાણા ગામે 17 લોકો તેમજ ઘણાદ અને બુટવડા ગામે એક એક વ્યક્તિ પુરના પ્રવાહમાં તણાઈ જતા આ દુઃખદ ઘટનાને પગલે હળવદ પંથકમાં શોકનો માહોલ છવાયો હોય જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી ફિક્કી પડી છે. વધુમાં આજે હળવદમાં યોજાનાર શોભાયાત્રાના રૂટને ટૂંકાવી આયોજકો દ્વારા ડીજે, ઢોલ કે ફટાકડા નહિ ફોડી માત્ર પરંપરા જાળવવા જ શોભાયાત્રા સાદગી પૂર્વક યોજવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
- text