ભારે વરસાદના પગલે પ્રભારી સચિવ મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા 

- text


ઢવાણા ગામ પાસે ટ્રેક્ટર તણાયાની ઘટના બાબતે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનાઓ આપી

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબી ખાતે સમીક્ષા માટે પહોંચ્યા હતા. મોરબી જિલ્લાના ઢવાણા ગામ પાસે ટ્રેક્ટર તણાય જતા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ. તથા ફાયર ટીમ દ્વારા લાપતા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સચિવની જિલ્લા ખાતેની મુલાકાત દરમિયાન કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text