હળવદ તાલુકાના કોયબા ગામનો કોઝવે તૂટ્યો

- text


જોખમી કોઝવે વાહનો માટે બંધ કરાયો, સાંસદ અને ધારાસભ્ય દોડી ગયા

હળવદ : ભારે વરસાદને કારણે હળવદ તાલુકાના જુના અને નવા કોયબા ગામને જોડતો કોઝવે તૂટી જતા હાલમાં વાહનો માટે આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે, ઘટનાની જાણ થતાં જ સાંસદ અને ધારાસભ્ય બનાવ સ્થળે દોડી ગયા હતા. નોંધનીય છે કે, આ પુલ હજુ એક વર્ષ પહેલા જ બન્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના અને નવા કોયબા ગામને જોડતો કોઝવે ભારે વરસાદને કારણે તૂટી જતા આ કોઝવે ઉપરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામા આવ્યો છે. હજુ એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલ આ કોઝવે તૂટી જતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સાંસદ ચંદુભાઇ શિહોરા સહિતના આગેવાનો કોયબા ગામ દોડી ગયા હતા.

- text

- text