મોરબીમા વરસાદી આફત સમયે જ વીજ ધાંધિયા

- text


રવાપર રોડ, કાલિકા પ્લોટ ફીડરમાં વોલ્ટેજ ઘટી જતાં ટમટમિયા

મોરબી : મોરબી જિલ્લામાં આકાશી આફત વચ્ચે મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે તેવા સમયે લોકો ઘરમાં રહેવા મજબુર છે પરંતુ બીજી તરફ મોરબીમાં ખરા સમયે જ વીજતંત્રના ધાંધિયા સામે આવ્યા છે જેમાં શહેરના પોશ વિસ્તાર રવાપર રોડ અને કાલિકા પ્લોટ ફીડરમાં વોલ્ટેજ લો થઈ જતા લોકો ટમટમિયા વચ્ચે ત્રસ્ત બન્યા છે. બીજી તરફ વીજ ધાંધિયા મામલે પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટરમાં ફોન પણ ઉપાડવામાં આવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે.

મોરબીમાં ગઈકાલથી અવિરત મેઘસવારી વચ્ચે ચોતરફ પાણી પાણીની સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા લોકોને ઘરબહાર નહિ નીકળવા ચેતવવામાં આવ્યા છે ત્યારે વીજતંત્રની લાપરવાહી સામે આવી છે. શહેરના કાલિકા પ્લોટ અને રવાપર રોડ ફીડર હેઠળના મોરબીના મોટામાં મોટા વિસ્તારમાં લો વોલ્ટેજ થઈ જતા લોકોના ઉપકરણો શરૂ નથી થઈ રહ્યા. વીજ ધાંધિયા મામલે પીજીવીસીએલ મોરબીના હેલ્પ સેન્ટરના ફોન નંબર 02822-220651 ઉપર ફોન કરતા કા તો નંબર વ્યસ્ત આવે છે અથવા તો કોઇ ફોન ઉપાડતુ જ ન હોવાની સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યા છે.

- text

- text