હળવદના ઢવાણા ગામે પુરના પ્રવાહમાં તણાઈ ગયેલા 8થી વધુ લોકોની હજુપણ ભાળ નથી મળી

- text


સાંસદ અને ધારસભ્યએ ઢવાણા ગામની મુલાકાત લીધી

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ગતરાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ભારે વરસાદમાં ટ્રેક્ટરમાં બેસીને નવા ઢવાણા ગામે જતા 17 લોકો સાથેનું ટ્રેકટર પલ્ટી મારી ગયા બાદ પુરમાં તણાયેલ 8 જેટલા લોકો 18 કલાક બાદ પણ હજુ લાપતા હોવાનું જાણવા મળે છે, બીજી તરફ ઘટનાને પગલે અધિકારીઓ બાદ આજે સાંસદ અને ધારાસભ્યએ પણ ઢવાણા ગામની મુલાકાત લીધી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત રાત્રીના 8.30 કલાકે 17 જેટલા લોકો સાથેનું ટ્રેકટર નવા ઢવાણા ગામ તરફ જતું હતું ત્યારે નદીના પુરના પ્રવાહમાં પલ્ટી જતા ટ્રેક્ટરમાં બેઠેલા તમામ લોકો પુરના પાણીમાં તણાઈ ગયા હતા જે પૈકી ટ્રેકટર ચાલક પાંચાભાઈ નામના વ્યક્તિને ફાયર ટીમે બચાવી લીધા બાદ અન્ય સાતેક લોકો પોતાની જાતે નીકળી ગયા હતા. આ ઘટનામાં જિલ્લા કલેકટર સહિતના અધિકારી મોડી રાત્રી સુધી બનાવ સ્થળે હાજર રહ્યા બાદ આજે સાંસદ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા સહિતના આગેવાનો પણ ઢવાણા દોડી ગયા હતા. જો કે, ઘટનાને 18 કલાક જેટલો સમય વીતવા છતાં હજુ બાકીના આઠેક લોકોની કોઈ ભાળ મળી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text