મોરબીનો મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

- text


 

મોરબી : મોરબીના જોધપર પાસે આવેલા મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

મચ્છુ-2 ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય 80 ટકા સુધી ડેમ ભરાય ગયો છે. જેથી મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીમ્બડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નાના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગર અને માળિયા મિયાણા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા મિયાણા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

- text

(ફાઇલ ફોટો)

- text