- text
22 કલાકથી વધુ સમય વીતવા છતાં હજુ પણ 8 લોકોની ભાળ નથી મળી
હળવદ : ભારે વરસાદની સ્થિતિમા હળવદ તાલુકાના ઢવાણા ગામેં ગતરાત્રીના નદીમાં પુરના પ્રવાહમાં ટ્રેકટર પલ્ટી મારી જતા 17 લોકો તણાયા હતા જે પૈકી 9 લોકોના જીવ બચી ગયા છે અને ઘટનાના 22 કલાક વીતવા છતાં હજુ 8 લોકોની ભાળ મળી નથી. બીજી તરફ આ દુઃખદ અને ગંભીર બનાવને પગલે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા હળવદ તાલુકાના ઢવાણા ગામે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
- text
- text