હળવદ તાલુકાના ઢવાણા ગામે પુરમાં તણાયેલ અને બચી ગયેલા લોકોના નામ બહાર આવ્યા

- text


એક બાળક અને ત્રણ સગીર સહિત 4 સ્ત્રી અને 4 પુરુષ લાપતા 

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ગતરાત્રીના નદીમાં ટ્રેકટર પલ્ટી ખાઈ ગયા બાદ 17 લોકો લાપતા બન્યા બાદ નવ લોકોના જીવ બચી ગયા છે જ્યારે ઘટનાના 23 કલાક બાદ પણ હજુ આઠ લોકો લાપતા બન્યા છે. લાપતા બનેલા કુલ આઠ લોકોમાં એક બાળક, ત્રણ સગીર સહિત કુલ ચાર મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે ગતરાત્રીના આઠેક વાગ્યાના અરસામાં 17 લોકો સાથેનું ટ્રેકટર પલ્ટી મારી જતા આ ગમખ્વાર ઘટનામાં નવ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે આઠ લોકો હજુ પણ લાપતા છે. ઘટનના 23 કલાક બાદ સૌ પ્રથમ મોરબી અપડેટ સમક્ષ લાપતા બનેલા અને પુરના ઝંઝાવાતી પ્રવાહમાં બચી ગયેલા લોકોની યાદી સામે આવી છે.


ઢવાણા ગામે પુરમાં બચી ગયેલા લોકોની યાદી

1. પાચાભાઈ ભરવાડ, રહે. ઢવાણા

2. ચમનભાઈ જાદવ, રહે. ઢવાણા

3. લાલિતભાઈ જાદવ, રહે. ઢવાણા

4. મનોજભાઈ સોલંકી, રહે.ઢવાણા

5. રાહુલભાઈ ગણપતભાઈ બારોટ, રહે. ઢવાણા

6. કિશન ઉર્ફે નિલેશભાઈ ગણપતભાઈ બારોટ, રહે.ઢવાણા

- text

7. મનીષાબેન સુરેશભાઈ બારોટ, રહે. ઢવાણા

8. મનસુખભાઇ જેઠાભાઈ, રહે.પેઢડા, તા.લખતર

9. લાલભાઈ ભગાભાઈ સાકરીયા, રહે. ઢવાણા


ઢવાણા ગામે પુરમાં તણાઇ લાપતા બનેલા લોકોની યાદી

1. અશ્વિનભાઈ રાઠોડ, ઉ.28, રહે.જોરાવરનગર. સુરેન્દ્રનગર

2. અશિષભાઈ સુરેશભાઈ બારોટ, રહે.નવા ઢવાણા

3. રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.45, રહે. નવા ઢવાણા

4. વિજય સુરેશભાઈ બારોટ, ઉ.19 રહે. નવા ઢવાણા

5. જિનલ મહેશભાઈ બારોટ ઉ.06, રહે.પાટડી, સુરેન્દ્રનગર

6. ગીતાબેન સુરેશભાઈ રાઠોડ, ઉ.16, રહે. નવા ઢવાણા

7. જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા ઉ.32 રહે.નવા ઢવાણા

8. રામદેવ પ્રવીણભાઈ મકવાણા ઉ.14, રહે.નવા ઢવાણા


- text