ટંકારામાં ભારે વરસાદથી ડેમી-2 ડેમ 80 ટકાથી વધુ ભરાયો : 7 દરવાજા 4 ફૂટ ખોલાયા

- text


ડેમના હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા : ડેમમાં આવક સતત ચાલુ

ટંકારા : ટંકારાના ડેમી-2 ડેમ સાઈટ ઉપર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ડેમમાં ભારે આવકના પગલે ડેમ 80 ટકાથી વધુ ભરાતા જેથી હવે ડેમનાં 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોય હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા છે.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજના હાલની સ્થીતીએ 80 % ભરાયેલ છે. હવે પછી ડેમમાં ઉપરવાસના પાણીની આવક ચાલુ છે. ડેમનું કુલ લેવલ જાળવવા વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાતનાં પગલે ડેમનાં 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જળાશયની કુલ સપાટી 48 મી. છે. જયારે જળાશયની હાલની જળસપાટી 47.50 મી. છે. હાલ 26020 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. બપોરે 3:30 થી 4:30 દરમિયાન ડેમના વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

- text

નીચાણવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા, જોડિયા તાલુકાના માવનુગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text