- text
હળવદ : હળવદના ઢવાણા પાસે અંદાજે 20થી 25 લોકોને લઈને જતું ટ્રેકટર તણાયુ હોવાનો બનાવને પગલે જિલ્લા કલેકટર ઘટના સ્થળે દોડી આવ્યા છે. હાલ તેઓ બચાવ કાર્યની વિગતો લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે એક ટ્રેકટર વોકળાના પાણીના વહેણમાં તણાયુ છે. ડ્રાઇવરના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરમાં અંદાજે 25 લોકો સવાર હતા. હાલ ફાયરની ટિમ દ્વારા અહીં શોધખોળ ચાલુ છે. એસડીઆરએફની ટિમ પણ પહોંચવા આવી છે. આ દરમિયાન જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી ઘટના સ્થળે પહોંચ્યા છે. હાલ તેઓ બનાવની તમામ વિગતો મેળવી રહ્યા છે.
- text
- text