હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી…મોરબીમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી

- text


વરસાદી માહોલમાં નંદલાલાના જન્મના વધામણા કરવા ઠેર-ઠેર શોભાયાત્રા, રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો : મોરબીમાં જડેશ્વર મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ 

મોરબી : મોરબીમાં આજે વરસાદી માહોલમાં જન્માષ્ટમી નિમિતે નંદોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શોભાયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીનો ગનગનભેદી નાદ ગુંજયો હતો.

સમગ્ર જગતને ગીતાના માધ્યમથી કર્મનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રીકૃષ્ણનો આજે ગોકુળ અષ્ટમીના દિવસે જન્મદિવસ નિમિતે સમગ્ર મોરબીવાસીઓએ હરખભેર દેવકીનંદનના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરવામાં આવી રહ્યા છે. જન્માષ્ટમી નિમિતે મોરબી શહેરને ગોકુળીયા ગામમાં ફેરવી દઈને રંગબેરંગી ધજકા પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો છે.

જન્માષ્ટમી પર્વને લઈને લોકોમાં અનેરો આનંદ છવાયો છે. નંદલાલાના જન્મ વધામણા કરવા ઠેર-ઠેર શોભાયાત્રા, રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો આયોજિત થયા છે, ત્યારે મોરબી શહેરના વિવિધ સ્થળોએ પણ હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ રહી છે. જડેશ્વર મંદિરેથી સર્વે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. ઉપરાંત અનેક સોસાયટીઓમાં રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો ઉજવાઇ રહ્યા છે.

આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રામાં વરસાદી માહોલની વચ્ચે મોટી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગો પર ફરીને ઠેરઠેર મટકી ફોડ કરીને નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી..ના ગગનભેદી નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવ રંગેચંગે મનાવવામાં આવી રહ્યો છે.

- text

- text