મચ્છુ -3 ડેમના આઠ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા, 21 ગામના લોકોને એલર્ટ કરાયા

- text


મચ્છુ -2 ડેમમાંથી જોરદાર પાણીનો પ્રવાહ શરૂ થતાં મચ્છુ -3 ડેમ ભરાઈ ગયો

મોરબી : મોરબી જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે મચ્છુ -1 અને મચ્છુ -2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા મચ્છુ-2ના દરવાજા ખોલવામાં આવતા પહેલેથી જ ભરાયેલ મચ્છુ -3 ડેમમાં પાણીની ચિક્કાર આવક શરૂ થતાં ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને મચ્છુ – 3 ડેમ હેઠળ આવતા મોરબીના 13 અને માળિયા મિયાણાના 8 ગામ મળી 21 ગામોને નદીના પટ્ટમાં નહિ જવા એલર્ટ કરાયા છે.

- text

મોરબી સિંચાઈ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સાદુળકા નજીક આવેલ મચ્છુ -3 ડેમમાં હાલમાં ઉપરવાસથી આવતા પુષ્કળ જળ પ્રવાહને કારણે ડેમની જળસપાટી જાળવવા માટે ડેમના આઠ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ મચ્છુ -3 ડેમમાં 8980 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને 21552 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ 3ના આઠ દરવાજા ખોલવામાં આવતા મોરબીના ગોર ખીજડિયા, માનસર, રવાપર, ગૂંગણ અને નાગડાવાસ, સોખડા સહિતના 13 ગામ અને માળીયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ,હરિપર, માળીયા મિયાણા સહિતના 8 ગામ મળી કુલ 21 ગામોને નદીના પટ્ટમાં નહિ જવા ચેતવણી આપવામાં આવી છે.

- text