- text
મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આ મેઘસવારી ગઈકાલે આખી રાત પણ શરૂ રહી હતી અને સોમવારે જન્માષ્ટમીના દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
ત્યારે રવિવારની રાત્રીના 12 થી સોમવારના સવારના 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો.
વાંકાનેર – 21 mm
હળવદ – 15 mm
મોરબી – 23 mm
ટંકારા – 23 mm
માળીયા મી. – 18 mm
જ્યારે મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટ સવારે 6 થી 26 ઓગષ્ટ સવારે 6 સુધી 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.
વાંકાનેર – 181 mm
હળવદ – 174 mm
મોરબી – 61 mm
ટંકારા – 86 mm
માળીયા મી. – 61 mm
નોંધ: 25 mm બરાબર એક ઇંચ વરસાદ ગણાય
- text