મોરબી જિલ્લાના ડેમી-2, ઘોડાધ્રોઇ અને બંગાવડી ડેમ ઓવરફ્લો

- text


 

મચ્છુ-3ની સાઇટ ઉપર છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ, ડેમના 2 દરવાજા ખોલાયા : ડેમી-2નું પાણી છોડાતા ડેમી-3 રાત સુધીમાં ઓવરફ્લો થવાની શકયતા

 

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ ડેમોમાં પાણીની સારી આવક નોંધાઈ છે. ડેમી-2, ઘોડાધ્રોઇ અને બંગાવડી ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. આ ઉપરાંત અમુક ડેમમાં પાણીનું સ્તર જાળવવા માટે દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા છે.

મચ્છુ 3 ડેમ હાલ 84 ટકા ભરાઈ ગયો છે. તેનું રૂલ લેવલ જાળવવા 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ઇનફ્લો અને આઉટફ્લો 3592 ક્યુસેક છે. આ ડેમની સાઈટમાં છેલ્લી 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

- text

ઘોડાધ્રોઇ ડેમ 99.98 ટકા ભરાઇ ગયો છે. હાલ ડેમનો 1 દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમમાં ઇનફ્લો અને આઉટફ્લો 1526 ક્યુસેક છે. ડેમી- 2 ડેમ 98.62 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સાઇટ ઉપર 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ઇનફ્લો 36946 ક્યુસેક છે. જ્યારે આઉટફ્લો 19956 ક્યુસેક છે. ડેમ 98.52 ટકા ભરાયો છે. આ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમી 3 ડેમ રાત સુધીમાં ભરાઈ જાય તેવી શકયતા સેવાઈ રહી છે. બીજી બાજુ બંગાવડીની સાઈટમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાંથી સારી આવકને કારણે આ ડેમ 0.45 મીટરથી ઓવરફ્લો થયો છે.

- text