વાંકાનેર પુસ્તક પરબ દ્વારા રૂ 41000ના પુસ્તકોની ખરીદી કરાઈ

- text


વાંકાનેર : પુસ્તક પરબ દ્વારા વાચકો માટે ₹41,000ના નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. આ પુસ્તક પરબનો સમગ્ર વાંકાનેર તાલુકાના લોકો લાભ લઈ રહ્યા છે.

વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ વર્ષ- 2018 થી ચાલી રહ્યું છે. જેનો લાભ સમગ્ર વાંકાનેર તાલુકાના લોકોને મળી રહ્યો છે. નવા પુસ્તકો ખરીદવા માટે વિવિધ દાતાઓ તરફથી રોકડ રકમ સ્વરૂપે દાન મળ્યું હતું. જેમાંથી 41000 રૂપિયાના પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદી તા.23/8/2024ના રોજ શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભુજ ખાતેથી કરવામાં આવી હતી. વાંકાનેર પુસ્તક પરબને નવા પુસ્તકો ખરીદવા માટે અલ્પેશભાઈ પટેલ તરફથી 20000 રૂપિયા, ડૉક્ટર સતીશભાઈ પટેલ તરફથી 5000 રૂપિયા, ડૉક્ટર બાદી સાહેબ તરફથી 2500 રૂપિયા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા સાહેબ તરફથી 2500 રૂપિયા, અમિતભાઈ દેલવાડિયા તરફથી 2500 રૂપિયા, જિતેન્દ્રગિરિ ગોસ્વામી તરફથી 2500 રૂપિયા, જિતેન્દ્રભાઈ પાંચોટિયા તરફથી 2500 રૂપિયા અને નરેન્દ્રભાઈ કાલરિયા તરફથી 2500 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. દાનમાં મળેલ રૂપિયામાંથી બાળ સાહિત્યના પુસ્તકો, નવલકથાઓ, આત્મકથાઓ, નવલિકાઓ, કાવ્ય સંગ્રહો, ધાર્મિક પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો વગેરે પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી.

પુસ્તક પરબની ટીમ જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. પુસ્તક પરબની ટીમ દ્વારા વાંકાનેરના વાચકોને આ નિઃશુલ્ક પુસ્તક પરબના નવા સાહિત્યનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આગામી પુસ્તક પરબ તા.1/9/2024 રવિવારના રોજ યોજાશે.

- text

- text