મોટી વાવડી ગામને જોડતા તમામ રસ્તાઓમાં પાણીમાં ભરાયા

- text


મોરબી : મોટી વાવડી ગામને જોડતા તમામ રસ્તાઓમાં પાણી ભરાયા હોય, ગામ સંપર્ક વિહોણું બન્યું હોય તેવી સ્થિતિ ઉદભવી છે.

મોરબી જિલ્લામાં આજે ભારે વરસાદને કારણે અનેક રોડ-રસ્તાઓને અસર થઈ છે. સ્થાનિક કૃષ્ણરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર મોટી વાવડી ગામથી બહાર જવાના તમામ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હોય જઈ શકાય તેમ નથી. હોકળાના પાણી ધીમે ધીમે ગામમાં આવી રહ્યા છે.

- text

જે માલધારીઓ પોતાના ઢોર લઈને ગામની બહાર ગયા હતા. તે ગામમાં પ્રવેશી શકતા નથી. વધુમાં તેઓના જણાવ્યા અનુસાર ગામમાં એક પણ કોઝ વે ન હોવાથી આ હાલાકી પડી રહી છે.

- text