- text
ગઈકાલે પેસેન્જર ભરેલી રીક્ષા તણાયા બાદ મહિલા લાપતા બન્યા હતા
હળવદ : હળવદ તાલુકાના રણમલપુર તરફથી આવતી પેસેન્જર ભરેલી રીક્ષા ઘણાદ ગામની નદીમાં તણાયા બાદ ચાર પેસેન્જર બચી ગયા હતા જ્યારે હળવદના મહિલા લાપતા બન્યા બાદ આજે સવારે ઘણાદ નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામથી હળવદ તરફ આવતી પેસેન્જર રિક્ષા ઘણાદ ગામે નદીના પ્રવાહમાં તણાતાં પાંચ પૈકી ચાર મુસાફરોના જીવ બચી ગયા હતા. આ ઘટનામાં હળવદના મહર્ષિ ટાઉનશીપ વિસ્તારમાં રહેતા ધર્મિષ્ઠાબેન વજુભાઇ પટેલ નામના મહિલા પુરના પ્રવાહમાં તણાઈ ગયા બાદ આજે સવારે તેઓનો મૃતદેહ ઘણાદ નદીમાંથી મળી આવતા પટેલ પરિવારમાં શોક છવાયો છે.
- text
- text