મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે 9 રોડ બંધ

- text


સૌથી વધુ હળવદ તાલુકામાં સાત જ્યારે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ ઉપર અવર-જવર બંધ

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ મોટી અસર થઈ છે. જિલ્લાના 9 રોડ બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ 7 રોડ હળવદ તાલુકામાં બંધ થયા છે. આ સાથે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ બંધ થયો છે.


(1) માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)

કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી

(2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)

ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી

(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ તાલુકો)

કારણ : ઓવર ટોપિંગ થવાથી

(4) વેગડવાવ -ચંદ્રગઢ રોડ(હળવદ તાલુકો)

કારણ : ઓવર ટોપિંગ થવાથી

(5) મેરૂપર પાંડા તીરથ (હળવદ તાલુકો)

કારણ : ઓવર ટોપિંગ થવાથી

- text

(6) ઢવાના જીવા રોડ ( હળવદ તાલુકો)

કારણ : ઓવર ટોપિંગ થવાથી

(7) હરીપર કોયબા (હળવદ તાલુકો)

કારણ : પાણીના ભારે પ્રવાહથી એક પિયરમાં સ્કાવરિંગ થવાથી બેસી ગયેલ

(8)દિઘલીયા (વાંકાનેર તાલુકો)

કારણ : દિઘલીયા ગામ થી ના મુખ્ય રસ્તા પર આવેલ કોઝ-વે પર પાણી ભરાઇ જવાથી હાલ અવર-જવર બંધ છે.

(9)દિઘડીયા (હળવદ તાલુકો)

કારણ : હળવદથી સરા ગામ જવાના મુખ્ય રસ્તા પર દિઘડીયા ગામ પાસે કોઝ-વે પર પાણી ભરાઇ જવાના લીધે બંધ છે.

- text