રાત્રે 9 વાગ્યે : મચ્છુ 2 ડેમનાં 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં મોરબીનાં સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ દરવાજા વધુ ખોલવાની ફરજ પડી છે. રાત્રે 8 વાગ્યે પ્રથમ 4 દરવાજા 4 ફૂટ ખોલ્યા બાદ રાત્રે 9 વાગ્યે ડેમનાં 6 દરવાજા 4 ફૂટ ખોલી 15108 કયુસેક પાણી ડેમ માથી છોડવામાં આવી રહ્યું છે. હજુ પણ મચ્છુ 2 ડેમમાં 51 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેથી હજુ રાત્રીના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે.

- text

- text