રાત્રે 8 વાગ્યે : મચ્છુ 2 ડેમ 90 ટકા ભરાયો, ડેમનાં ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા

- text


ડેમમાં હજુ પણ પાણીની તોતિંગ આવક, ડેમ માથી 9784 કયુસેક પાણી છોડાયું 

મોરબી : મોરબી જિલ્લામાં સતત ભારે વરસાદના પગલે મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમ રાત્રે 8 વાગ્યે 90 ટકા ભરાઈ જતા ડેમનાં એક સાથે 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેના પગલે તંત્રે મચ્છુ નદીના કાંઠે રહેતા લોકો અને ગામોને એલર્ટ કરેલ છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ મચ્છુ 2 ડેમની કુલ 32 ફૂટની સપાટી માંથી 31 ફૂટ ડેમ ભરાઈ ગયો છે. હાલમાં ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. અને હજુ પણ ડેમમાં તોતિંગ પાણીની આવક ચાલુ છે.

- text

મચ્છુ 2 ડેમમાં પાણીની સતત આવકના પગલે અત્યારે રાત્રે 8 વાગ્યે ડેમનાં 4 દરવાજા 4 ફૂટ ખોલીને 9784 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. અને તંત્ર દ્વારા મોરબીમાં આવેલો પાડાપુલ નીચેનો બેઠો પુલ અવરજવર માટે બંધ કરી. મચ્છુ નદીના કાંઠે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text