સવારે 8 વાગ્યે : મોરબી જિલ્લાના 9 ડેમોમાં પાણીની આવક, મચ્છુ 2 ડેમ 57 ટકા ભરાયો 

- text


સોમવારે સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં હજુ 10 હજાર ક્યુસેક પાણીની આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 4 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 1 અને 2 અને હળવદના બ્રાહ્મણી 1 અને 2 ડેમમાં પણ નવા નીરની આવક, બ્રાહ્મણી 1, 2,3માં પણ આવક, બંગાવડી ડેમ ઓવર ફલો થયો

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ગઈ કાલે રવિવારે સૌથી વધુ વાંકાનેર અને હળવદ પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રવિવારની આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. ત્યારે સોમવારે સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમ માંથી 9 ડેમોમાં નવા પાણીની આવક નોંધાઇ છે. મચ્છુ 2 ડેમમાં હજુ પણ 10 હજાર ક્યુસેક નીરની આવક સાથ ડેમ 57 ટકા ભરાયો છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગષ્ટ સોમવારે સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 3900 કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ હજુ 25 ટકા જેટલો જ ભરાયેલો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 10,427 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 57. ટકા ભરાઈ ગયો છે.

- text

જ્યારે મચ્છુ 3 ડેમમાં 427 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 83 ટકા ભરાયો છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં આવક વધીને 2112 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 25 ટકા ભરાયો છે.

ડેમી 2 ડેમમાં પણ 565 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 58 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે હળવદમાં સારા વરસાદના કારણે બ્રાહ્મણી ડેમ 1માં આવક વધીને 9593 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 45 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 970 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 45 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 657 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. અને આ ડેમ 88 ટકા ભરાયો છે.

જ્યારે બંગવાડી ડેમમાં 1452 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ ઓવર ફલો થઈ ગયો છે.

- text