રાત્રે 8.30 વાગ્યે : મચ્છુ 2 ડેમ 4 દરવાજા, મચ્છુ 3નાં 8 દરવાજા, ડેમી 2નાં 11 દરવાજા અને ડેમી 3નાં 9 દરવાજા ખોલાયા

- text


સોમવારે રાત્રે 8.30 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં 50 હજાર ક્યુસેક પાણીની આવક સામે 4 દરવાજા 4 ફૂટ ખોલી 10 હાજર કયુસેક પાણી છોડાયું : મચ્છુ 3 ડેમનાં 8 દરવાજા 3 ફૂટ ખોલી 21 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું 

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી જિલ્લાના સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે રાત્રે 8.30 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાં નવા પાણીની તોતિંગ આવક નોંધાઇ છે. મચ્છુ 2 ડેમમાં તો આવક વધીને 50 હજાર ક્યુસેક સાથ ડેમ 90 ટકા ભરાતા તંત્ર દ્વારા ડેમ હેઠળ અને મચ્છુ કાંઠાનાં ગામોને એલર્ટ કરી મચ્છુ 2 ડેમનાં 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે મચ્છુ 3 ડેમનાં પણ 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગષ્ટ સોમવારે રાત્રે 8.30 વાગ્યાની જિલ્લાના ડેમોની સ્થિતિ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 10976 કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 35 ટકા ભરાયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 50962 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 90 ટકા ભરાઈ જતા તેના 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં 8980 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 85 ટકા ભરાયો છે. અને સલામતીના ભાગ રૂપે આ ડેમના 8 દરવાજો 3 ફૂટ ખોલી 21 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

ટંકારાના ડેમી 1 ડેમમાં 9530 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 48 ટકા ભરાયો છે.

ડેમી 2 ડેમમાં પણ તોતિંગ આવક નોંધાઇ છે. હાલ આ ડેમમાં સૌથી વધુ 57220 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે.અને હાલમાં ડેમનાં 11 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.

ડેમી 3 ડેમમાં પણ 48000 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 9 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી ડેમ 1માં 3042 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 57 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 1800 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 52 ટકા ભરાયો છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે.

જ્યારે બંગવાડી ડેમમાં 2832 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા દોઢ ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

- text