સાંજે 7 વાગ્યે : મચ્છુ 2 ડેમ 84 ટકા ભરાયો, ડેમી 2નાં 11 દરવાજા, ડેમી 3નાં 4 દરવાજા અને મચ્છુ 3નાં 4 દરવાજા ખોલાયા

- text


સોમવારે સાંજે 7 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં 35 હજાર ક્યુસેક પાણીની આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 10 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 2 ડેમનાં 11 દરવાજા 8 ફૂટ ખોલાયા : મચ્છુ 3 ડેમનાં 4 દરવાજા ખોલાયા

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી જિલ્લાના સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે સાંજે 7 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાં નવા પાણીની તોતિંગ આવક નોંધાઇ છે. મચ્છુ 2 ડેમમાં તો આવક વધીને 35 હજાર ક્યુસેક સાથ ડેમ 84 ટકા ભરાતા તંત્ર દ્વારા ડેમ હેઠળ અને મચ્છુ કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છુ 2 ડેમનાં પણ હવે ગમે ત્યારે દરવાજા ખોલવાની શકયતા છે.


સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગષ્ટ સોમવારે સાંજે 7 વાગ્યાની જિલ્લાના ડેમોની સ્થિતિ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 10976 કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 34 ટકા ભરાયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 35340 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 84 ટકા ભરાઈ ગયો છે. જેથી નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં 5388 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 85 ટકા ભરાયો છે. અને સલામતીના ભાગ રૂપે આ ડેમના બે દરવાજો બે ફૂટ અને બે દરવાજા એક ફૂટ એમ કુલ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.

- text

ટંકારાના ડેમી 1 ડેમમાં 10276 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 44 ટકા ભરાયો છે.

ડેમી 2 ડેમમાં પણ તોતિંગ આવક નોંધાઇ છે. હાલ આ ડેમમાં સૌથી વધુ 57220 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે.અને હાલમાં ડેમનાં 11 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.

ડેમી 3 ડેમમાં પણ 13538 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 70 ટકા ભરાયો છે. અને ડેમનાં 4 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

જ્યારે હળવદનો બ્રાહ્મણી ડેમ 1માં 5766 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 56 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 970 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 50 ટકા ભરાયો છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે.

જ્યારે બંગવાડી ડેમમાં 2832 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા દોઢ ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

- text