ટંકારાના ડેમી-2 ડેમના 7 દરવાજા ખોલાયા

- text


માત્ર દોઢ કલાકમાં ડેમની સાઇટ ઉપર સવા ચાર ઇંચ વરસાદ : ડેમના હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા 

ટંકારા : ટંકારાના ડેમી-2 ડેમ સાઈટ ઉપર દોઢ જ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ડેમમાં ભારે આવકના પગલે ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને કારણે હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા છે.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજના 45122 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. બપોરે 3:30 થી 4:30 દરમિયાન ડેમના વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 4:30 થી 5 વાગ્યા દરમિયાન સવા એક ઇંચ વરસાદ પડ્યો છે. આમ છેલ્લા દોઢ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. પરિણામે સાંજે 5:15 કલાકે ડેમના 7 દરવાજા 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 19957 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

નીચાણવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા, જોડિયા તાલુકાના માવનુગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text