- text
સોમવારે બપોરે 4 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં 25 હજાર ક્યુસેક પાણીની આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 5 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 2 ડેમમાં પણ પાણીની તોતિંગ આવક નોંધાઇ : મચ્છુ 3 ડેમમાં આવક વધતાં હાલ બે દરવાજા બે ફૂટ ખોલાયા : બંગાવડી ડેમ પણ ઓવર ફલો
મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી જિલ્લાના સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે બપોરે 4 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાં નવા પાણીની તોતિંગ આવક નોંધાઇ છે. મચ્છુ 2 ડેમમાં તો આવક વધીને 25 હજાર ક્યુસેક સાથ ડેમ 73 ટકા ભરાતા તંત્ર દ્વારા ડેમ હેઠળ અને મચ્છુ કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગષ્ટ સોમવારે બપોરે 4 વાગ્યાની જિલ્લાના ડેમોની સ્થિતિ નીચે મુજબ છે..
વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 5244 કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 30 ટકા ભરાયો છે.
મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 25763 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 73 ટકા ભરાઈ ગયો છે. જેથી નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.
જ્યારે મચ્છુ 3 ડેમમાં 3592 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 85 ટકા ભરાયો છે. અને સલામતીના ભાગ રૂપે આ ડેમના બે દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યા છે.
- text
ટંકારાના ડેમી 1 ડેમમાં 2431 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 34 ટકા ભરાયો છે.
ડેમી 2 ડેમમાં પણ તોતિંગ આવક નોંધાઇ છે. હાલ આ ડેમમાં સૌથી વધુ 35310 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 70 ટકા જેટલો ભરાયો છે. જેથી નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.
ડેમી 3 ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આ ડેમમાં 2206 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 19 ટકા ભરાયો છે.
જ્યારે હળવદનો બ્રાહ્મણી ડેમ 1માં 5669 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 54 ટકા જેટલો ભરાયો છે.
જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 970 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 49 ટકા જેટલો ભરાયો છે.
જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે.
જ્યારે બંગવાડી ડેમમાં 2077 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા એક ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.
- text