- text
સોમવારે બપોરે 2 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 5 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 1 અને 2, 3 અને હળવદના બ્રાહ્મણી 1 અને 2 ડેમમાં પણ નવા નીરની આવક યથાવત, બ્રાહ્મણી 1, 2, 3માં પણ આવક, બંગાવડી ડેમ ઓવર ફલો થયો
મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી જિલ્લાના સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે બપોરે 2 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાં નવા પાણીની આવક નોંધાઇ છે. મચ્છુ 2 ડેમમાં 10 હજાર ક્યુસેક નીરની આવક સાથ ડેમ 68 ટકા ભરાયો છે.
સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગષ્ટ સોમવારે બપોરે 2 વાગ્યાની જિલ્લાના ડેમોની સ્થિતિ નીચે મુજબ છે..
વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 5244 કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ હજુ 28 ટકા ભરાયો છે.
મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 10668 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 68 ટકા ભરાઈ ગયો છે.
જ્યારે મચ્છુ 3 ડેમમાં 1347 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 85 ટકા ભરાયો છે. અને સલામતીના ભાગ રૂપે આ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે.
- text
ટંકારાના ડેમી 1 ડેમમાં 2427 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 32 ટકા ભરાયો છે.
ડેમી 2 ડેમમાં પણ 850 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 60 ટકા જેટલો ભરાયો છે.
ડેમી 3 ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આ ડેમમાં 244 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં માત્ર 14 ટકા જ ભરાયો છે.
જ્યારે હળવદનો બ્રાહ્મણી ડેમ 1માં 5669 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 52 ટકા જેટલો ભરાયો છે.
જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 970 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 48 ટકા જેટલો ભરાયો છે.
જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે.
જ્યારે બંગવાડી ડેમમાં 536 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા ઓવર ફલો થઈ રહ્યો છે.
- text