- text
25 ઓગષ્ટ, રાત્રીના 12 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં હજુ 21 હજાર ક્યુસેક પાણીની ભારે આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 7 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 1 અને 2 અને હળવદના બ્રાહ્મણી 1 અને 2 ડેમમાં પણ નવા નીરની આવક
મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. આજે સૌથી વધુ વાંકાનેર અને હળવદ પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના 7 ડેમમાં પાણીની આવક નોંધાઇ છે. 25 ઓગેસ્ટે રાત્રીના 12 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં હજુ પણ 21 હજાર ક્યુસેક નીરની ભારે આવક સાથ ડેમ 45 ટકા ભરાયો છે.
- text
સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 25 ઓગષ્ટ રાત્રે 12 વાગ્યાની સ્થિતિ મુજબ વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 7734 કયુસેક પાણી આવી રહ્યું છે. જે પાણીની સારી આવક ગણાય. જોકે મચ્છુ 1 ડેમ હજુ માત્ર 20 ટકા જેટલો જ ભરાયેલો છે. વાંકાનેરમાં મચ્છુ 1 ડેમ ઉપરાંત મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં પણ રાત્રીના 8 વાગ્યા બાદ નવા નીરની આવક શરૂ થઇ છે. અને મચ્છુ 2 ડેમમાં રાત્રીના 12 વાગ્યે 21,330 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 45 ટકા ભરાઈ ગયો છે. જ્યારે રાત્રીના 12 વાગ્યે ટંકારાના ડેમી 1 ડેમમાં 984 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 18 ટકા ભરાયો છે. જ્યારે ડેમી 2 ડેમમાં પણ 711 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 55 ટકા જેટલો ભરાયો છે. જ્યારે મોરબીનાં મચ્છુ 3 ડેમમાં 270 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 78 ટકા ભરાયો છે. જ્યારે હળવદમાં ભારે વરસાદના કારણે બ્રાહ્મણી ડેમ 1માં 1327 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 30 ટકા જેટલો ભરાયો છે. જ્યારે બ્રાહ્મણી ડેમ 2માં 298 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 89 ટકા જેટલો ભરાયો છે.
- text