રાત્રે 11 વાગ્યે : મચ્છુ 3 ડેમનાં 8 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા

- text


મચ્છુ 3 ડેમમાં હાલ 10 હજાર કયુસેક પાણીની આવક સામે 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં મોરબીનાં સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ દરવાજા વધુ ખોલવાની ફરજ પડી છે. રાત્રે 11 વાગ્યે મચ્છુ 2 ડેમના 10 દરવાજા 7 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. જ્યારે તેની સામે મચ્છુ 2 થી આગળ મોરબી નજીક આવેલા મચ્છુ 3 ડેમનાં પણ રાત્રે 11 વાગ્યે 8 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ આ ડેમ 68.70 ટકા ભરાયો છે અને હાલ ડેમમાં 10 હજાર કયુસેક પાણીની આવક છે સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text