રાત્રે 11 વાગ્યે : મચ્છુ 2 ડેમનાં 10 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

- text


મચ્છુ 2 ડેમમાં 45 હજાર કયુસેક પાણીની આવક સામે 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું : ડેમ 98.98 ટકા ભરાયો

મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં મોરબીનાં સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ દરવાજા વધુ ખોલવાની ફરજ પડી છે. રાત્રે 8 વાગ્યે પ્રથમ 4 દરવાજા 4 ફૂટ ખોલ્યા બાદ રાત્રે 9.50 વાગ્યે ડેમના 7 દરવાજા 5 ફૂટ ખોલાયા બાદ રાત્રે 11 વાગ્યે મચ્છુ 2 ડેમમાં હજુ પણ 45345 કયુસેક પાણીની આવક રહેતા રાત્રે 11 વાગ્યે મચ્છુ 2 ડેમના 10 દરવાજા 7 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. હાલ ડેમ 98.98 ટકા ભરાયો છે અને ડેમમાં જેટલા પાણીની આવક છે સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text