બપોરે 1 વાગ્યે : મહાકાય મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધી, ડેમ 67 ટકા ભરાયો 

- text


સોમવારે બપોરે 1 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં 23 હજાર ક્યુસેક પાણીની આવક : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ 4 હજાર ક્યુસેકની આવક : ટંકારાના ડેમી 1 અને 2, 3 અને હળવદના બ્રાહ્મણી 1 અને 2 ડેમમાં પણ નવા નીરની આવક, બ્રાહ્મણી 1, 2, 3માં પણ આવક, બંગાવડી ડેમ ઓવર ફલો થયો

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ગઈ કાલે રવિવારે સૌથી વધુ વાંકાનેર અને હળવદ પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રવિવારની આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે બપોરે 1 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાં નવા પાણીની આવક નોંધાઇ છે. મચ્છુ 2 ડેમમાં આવક વધીને 23 હજાર ક્યુસેક નીરની આવક સાથ ડેમ 67 ટકા ભરાયો છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગષ્ટ સોમવારે બપોરે 1 વાગ્યાની જિલ્લાના ડેમોની સ્થિતિ નીચે મુજબ છે..

વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 4421કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ હજુ 27 ટકા જેટલો જ ભરાયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ આવક વધીને 22960 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 67 ટકા ભરાઈ ગયો છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં 1347 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 84 ટકા ભરાયો છે. અને સલામતીના ભાગ રૂપે આ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે.

- text

ટંકારાના ડેમી 1 ડેમમાં 1063 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 30 ટકા ભરાયો છે.

ડેમી 2 ડેમમાં પણ 425 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 59 ટકા જેટલો ભરાયો છે.

ડેમી 3 ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આ ડેમમાં 294 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં માત્ર 14 ટકા જ ભરાયો છે.

જ્યારે હળવદમાં સારા વરસાદના કારણે બ્રાહ્મણી ડેમ 1માં 8219 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 51 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 970 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 47 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. અને આ ડેમ 99 ટકા ભરાયો છે. અને ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે.

જ્યારે બંગવાડી ડેમમાં 420 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા ઓવર ફલો થઈ રહ્યો છે.

- text