- text
મોરબી : ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં તારીખ 30-8-2024થી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસના પોરબંદરથી ચાલવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે જામનગર 0:47/0:52 કલાકને બદલે 0:54/0:59 કલાકે, હાપા 1:10/1:12 કલાકને બદલે 1:13/1:15 કલાકે, વાંકાનેર 3:57/3:59 કલાકના બદલે 3:30/3:32 કલાકે, થાન જંકશન 4:20/4:22 કલાકને બદલે 3:55/3:57 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 5:04/5:06 કલાકને બદલે 4:39/4:41 કલાકે રહેશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
30-8-2024થી ટ્રેન નંબર 22958 વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી દોડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક સ્ટેશનો પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે વિરમગામ જંકશન પર 4:05/4:07 કલાકને બદલે 4:18/4:20 કલાક અને ચાંદલોડીયા બી કેબીન ખાતે 4:50/4:52 કલાકને બદલે 5:03/5:05 કલાકનો રહેશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5.40ને બદલે 5.50 કલાકે પહોંચશે.
- text
તેમજ તારીખ 4:9:2024થી ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર મહામના એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 2:10/2:15 કલાકને બદલે 1:50/2:00 કલાકનો રહેશે. આ સ્ટેશનો સિવાય, અન્ય કોઈ સ્ટેશનના આગમન/પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોએ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી અસુવિધા ન થાય.
- text