ભૂચરમોરીની તલવારબાજી સ્પર્ધામાં શકત સનાળાના સ્પર્ધકો વિજેતા 

- text


મોરબી : ભૂચરમોરી ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે શીતળા સાતમના રોજ ભૂચરમોરી મેદાનમાં અશ્વસ્પર્ધા અને તલવારબાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો ભાગ લેવા આવે છે. આ વર્ષે પણ આજે 33મો ભૂચરમોરીનો આ કાર્યક્રમ યોજાયો હતો. આ તલવારબાજી સ્પર્ધામાં મોરબીની તલવારબાજી ટીમ શકત સનાળાના સ્પર્ધકો વિજેતા થયાં હતા.

જેમાં તલવારબાજી સિંગલ દીકરીઓમાં જાડેજા શ્રધ્ધાબા પ્રદ્યુમનસિંહ ગામ ભીમકટા હાલ શકત સનાળા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તલવારબાજી ડબલ દીકરાઓમાં જાડેજા મિતરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગામ ભીમકટા હાલ શકત સનાળા એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તલવારબાજી સિંગલ દીકરાઓમાં જાડેજા રવિરાજસિંહ સુખદેવસિંહ ગામ વિરપરડા હાલ મોરબી એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

- text

- text