- text
૧૦૩ સખી મંડળોને રૂ. ૧૨૯ લાખની સહાય : ૨૦ લખપતી દીદીને પ્રમાણપત્ર એનાયત કરાયા
મોરબી : આજરોજ મોરબી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી-માળીયા, ઉપપ્રમુખ જીલ્લા પંચાયત હીરાભાઈ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત લખપતિ દીદી કાર્યક્રમમાં વિવિધ સખી મંડળોને લોન સહાય આપવામાં આવી હતી.
- text
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લખપતિ દીદીઓએ પણ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તેમજ ક્લસ્ટર કક્ષાએ કાર્યક્રમમાં ૫૩ સખી મંડળોને કુલ રૂપિયા ૭૮.૦૦ લાખની રકમની સી.સી. લોન મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૨૦ સખી મંડળોને ૬.૦૦ લાખ રૂપિયાના ચેક રીવોલ્વીંગ ફંડ તરીકે તથા ૩૦ સખી મંડળોને સી.આઈ.એફ. તરીકે ૪૫.૦૦ લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૩ સખી મંડળોને કુલ રકમ રૂપિયા ૧૨૯.૦૦ લાખની સહાય આપવામાં આવી તેમજ કુલ ૨૦ લખપતી દીદીને “લખપતી દીદી સટીઁફીકેટ” એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.
- text