મોરબીના ડાયમંડનગર (આમરણ)માં ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડનગર (આમરણ)માં સમસ્ત ગામ તેમજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા આખા ગામને કેસરી ધજા પતાકા થી શણગારી દેવામાં આવ્યું છે. તા.26 ને સોમવાર રાત્રે 8 કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ શોભાયાત્રાનો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસેથી થશે અને શોભાયાત્રા રૂટ પર ભગવાન શ્રી ક્રુષ્ણ અને બલરામ દ્વારા રૂક્ષ્મણી મટુકી, ગોપી મટુકી, વૃંદા મટુકી, યશોદા મટુકી, મીરા મટુકી, બાસૂરી મટુકી, રાધે મટુકી, સુદામા મટુકી, યમુના મટુકી, માધવ મટુકી, ગોપાલ મટુકી, તુલસી મટુકી, કેશવ મટુકી એમ કુલ 13 મટુકીફોડ કરવામાં આવશે. રાત્રે 11:30 કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે. ત્યાં રાસ ગરબા તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે મુખ્ય એટલે કે કૃષ્ણમ્ મટુકી ફોડની સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી અને મહાઆરતીના કાર્યક્રમ સાથે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામ તેમજ બહારગામના ધર્મ પ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text