મોરબીમાં ઉધાર પાનમાવો આપવાની ના પાડતા વેપારીને છરીના ઘા ઝીકાયા

- text


વિશિપરામા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે બનેલો બનાવ

મોરબી : મોરબીના વિશિપરા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે કરીયાણાના વેપારીએ ઉધારમાં પાન માવો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ ઝઘડો કરી વેપારીને છરીના ઘા ઝીકી દઈ વચ્ચે છોડાવવા પડેલા સાહેદને ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે કરીયાણાની દુકાન ધરાવતા વિનોદભાઈ મનુભાઈ કાતરોડીયા નામના વેપારીએ આરોપી ગની સલીમભાઈ માણેક તેમજ અભરામ સલીમભાઈ માણેક નામના આરોપીઓને ઉધારમાં પાન માવો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ઝઘડો કર્યા બાદ ફરી દુકાને આવી વિનોદભાઈને છરીના ઘા ઝીકી દઈ વચ્ચે છોડાવવા પડેલા હસમુખભાઈને ધોકા વડે માર મારતા બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text