- text
સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસની કાર્યવાહી, બે જુગારી નાસી ગયા
મોરબી : મોરબી શહેરમાં સીટી એ અને સીટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ અલગ ચાર દરોડામાં 26 જુગારીઓને પકડી પાડયા હતા અને બે જુગારી નાસી ગયા હતા. જેમાં એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપર ફ્લેટમા ધમધમતું જુગારધામ પકડી પાડી લાખોની રોકડ કબ્જે કરી હતી.
જુગારના પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ગામે શુભમ એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટ નંબર 201મા દરોડો પાડી આરોપી કાંતીલાલ માવજીભાઈ દેલવાડીયા, રાજભાઈ કાંતીલાલ દેલવાડીયા, ભરતભાઈ રામજીભાઈ બાવરવા, દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા, રમેશભાઈ ભીખાભાઈ દસાડીયા, વિપુલભાઈ જયંતીભાઈ જોલાપરા, મહેંદ્રભાઈ મનજીભાઈ બાવરવા, કલ્પેશભાઈ લાલજીભાઈ સાવરીયા, હિરલભાઈ ભુદરભાઈ ઠોરીયા અને શનીભાઈ કાંતીભાઈ લીબાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,31,500 કબજે કર્યા હતા.
જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબીની નાની બજારમાં માધાણી શેરીમાં દરોડો પાડી આરોપી જયદિપભાઇ હરેશભાઇ બારડ, સાગર હરેશભાઇ બારડ, હરેશભાઇ હીરાભાઇ બારડ, નિખીલ રાજેશભાઇ સોલંકી, મહેશભાઇ હિરાભાઇ બારડ, ફેનીલ નીતીનભાઇ મોદી, સંદિપ બળવંતભાઇ ચૌહાણ, હરપાલસિંહ દેવરાજસિંહ રાઠોડ અને અમીતભાઇ મનુભાઇ તુવેરને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 6880 કબ્જે કર્યા હતા.
- text
ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ ઉપર ગોકુલનગરમાં દરોડો પાડી આરોપી વિનુભાઇ વલકુભાઇ સોલંકી અને કમલેશભાઇ નરસિંહભાઇ આંબડીયાને રોકડા રૂપિયા 660 સાથે પકડી પાડયા હતા જ્યારે આરોપી કરણ મનિષભાઇ સોલંકી અને કિરણ દેવી પુજક નાસી જતા ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
ચોથા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર લાભનગરમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીગ્નેશભાઇ ગણપતભાઇ જોષી, ધીરૂભાઇ વશરામભાઇ વડગામા, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કારૂભાઇ પ્રેમજીભાઇ પરમાર, પ્રવિણભાઇ હમીરભાઇ ભારાઇ અને મનુભાઇ બાબાભાઇ આવસુરાને રોકડા રૂપિયા 3250 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
- text