- text
વોકળામાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે ટ્રેકટર તણાયુ હતું : ટ્રેક્ટરમાં અંદાજે 20 લોકો હોવાનું અનુમાન, જરૂર પડ્યે NDRFની ટીમની પણ મદદ લેવાશે
હળવદ : હળવદના ઢવાણા પાસે અંદાજે 20 લોકોને લઈને જતું ટ્રેકટર તણાયુ હોવાનો બનાવમાં 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે એક ટ્રેકટર વોકળાના પાણીના વહેણમાં તણાયુ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરમાં અંદાજે 20 લોકો સવાર હતા. હાલ હળવદ ફાયરની ટિમ દ્વારા અહીં શોધખોળ ચાલુ છે. મોરબીથી પણ ફાયરની ટિમ પણ બચાવ કાર્યમાં જોડાઈ છે. જો કે ત્યાંની પરિસ્થિતિ એવી છે કે બચાવ કાર્ય કઠીન છે. 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીમાં અનેક લોકો હજુ લાપતા છે.
જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર SDRFની ટીમને મોરબીથી રવાના કરી દેવામાં આવી છે. જરૂર પડ્યે NDRFની ટિમ પણ બોલાવવામાં આવશે. ઘટના સ્થળેથી મામલતદારે જણાવ્યું કે ટ્રેક્ટરમાં અંદાજે 17 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોનો બચાવ થયો છે. બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. વધુ માહિતી હાલ મેળવવામાં આવી રહી છે.
- text
- text