25 ઓગષ્ટ, સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત

- text


 

વાંકાનેરમાં ત્રણ ઇંચ, હળવદમાં અડધો બાકી મોરબી, ટંકારામાં ઝાપટા 

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. થોડા દિવસથી અસહ્ય ગરમી પડ્યા બાદ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે 25 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

- text

25 ઓગષ્ટ સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં વાંકાનેરમાં 75mm (3 ઇંચ), હળવદમાં 12 mm (અડધો ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં માત્ર 4 mm, ટંકારામાં 2 mm અને માળીયા મીયાણામાં 5 mm વરસાદ સાંજના 4 વાગ્યા સુધીમાં નોંધાયો છે. અને હજુ મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ સારો અને અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

- text