આનંદો : વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પાણીની ધીંગી આવક નોંધાઈ 

- text


ટંકારાના ડેમી 2 ડેમમાં પણ નવા નીરની આવક

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. આજે સૌથી વધુ વાંકાનેર પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાઇ ગયો છે. ત્યારે સાથે આનંદની વાત છે કે વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઇ છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 25 ઓગષ્ટ સાંજે 6 વાગ્યાની સ્થિતિ મુજબ વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલ નવા નીરની આવક થઈ રહી છે. જેમાં હાલમાં 6622 કયુસેક પાણી આવી રહ્યું છે. જે પાણીની સારી આવક ગણાય. જોકે મચ્છુ 1 ડેમ હજુ માત્ર 14 ટકા જેટલો જ ભરાયેલો છે. વાંકાનેરમાં મચ્છુ 1 ડેમ ઉપરાંત ટંકારાના ડેમી 2 ડેમમાં પણ 488 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. આ ડેમ 53 ટકા જેટલો ભરાયેલો છે.

- text

- text