મોરબી આઈ.ટી.આઈમાં પ્રવેશ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ 

- text


મોરબી : આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2024 માટેની ચોથા તબક્કાની (વહેલા તે પહેલાના ધોરણે) તા.27/8/2024 થી 31/8/2024 દરમ્યાન પ્રવેશ પ્રક્રીયા કાર્યરત રહેશે.

આ પ્રવેશ માટે ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.inવેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે. તેમજ ₹50 રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2. Credit Card 3. UPI ID – UPI QR Code 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી આઈ.ટી.આઈ ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જીલ્લાની દરેક આઈ.ટી.આઈ ખાતે 10 થી 6 દરમ્યાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની અને રોજે રોજ મેરીટ આધારિત પ્રવેશ આપવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે નીચે મુજબના જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો જેમાં (1) ધો-8/9/10ની માર્કશીટ (2) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (3) જાતી/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (4) આધારકાર્ડ (5) પાસપોર્ટ સાઈઝ ફોટો (6) બેંક પાસબૂક (મરજીયાત) (7) આવકનો દાખલો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.

- text

- text