- text
મોરબી : ગુજરાતની પ્લાટુન દ્વારા અમદાવાદ 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે આજરોજ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતના એક પ્લાટુન રતુલદાસ કમાન્ડર, 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સના માર્ગદર્શનમાં મોરબીમાં તારીખ 24-8-2024થી તારીખ 28-8-2024 સુધી કૈલાશ ચંદ્રના નેતૃત્વમાં પરિચય અભ્યાસ હેતુ મોકલવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન આજરોજ જિલ્લા અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ, સહાયક કમાન્ડર આઈ. પી.એસ. કૈલાશ ચંદ્રએ જિલ્લામાં આર. એ.એફ દ્વારા કરવામાં આવેલ પરિચિત અભ્યાસની જાણકારી આપી હતી. આ પરિચિત અભ્યાસનો હેતુ નિયુક્ત પ્લાટુનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવી જિલ્લાના વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, સમાજસેવકો અને મહાનુભાવો સાથે મુલાકાત કરી અને ભૂતકાળમાં બનેલા રમખાણો અને અન્ય ગતિવિધિઓ અંગે માહિતી મેળવવાનો છે.
- text
- text